Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

દરેક હોકી ખેલાડીને મળશે મન્થલી ૫૦,૦૦૦ રૂપિયાનું અલાવન્સ

પુરૂષોની ટીમનો સરકારના ટાર્ગેટ ઓલિમ્પિકસ પોડીયમ કાર્યક્રમમાં થયો સમાવેશ

સ્પોટ્ર્સ મીનીસ્ટ્રીના મિશન ઓલિમ્પિકસ ડિપાર્ટમેન્ટે ટાર્ગેટ ઓલિમ્પિક પોડીયમ કાર્યક્રમમાં પુરૂષોની હોકી ટીમના ૧૯ ખેલાડીઓ પૈકી દરેકને માસિક રૂ.૫૦૦૦૦ અલાવન્સ આપવાની મંજૂરી આપી છે. મિનિસ્ટ્રીએ ગયા વર્ષથી આ ટાર્ગેટ ઓલિમ્પિકસ પોડીયમ કાર્યક્રમ અંતર્ગત માસિક અલાવન્સ આપવાની શરૂઆત કરી હતી. નવા કોચ હરેન્દ્રસિંહની દેખરેખમાં હોકી ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. એથી સમગ્ર ટીમનો આમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ તાજેતરમાં નેધરલેન્ડ્સમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં રનરઅપ રહી હતી.(૩૭.૧)

(2:36 pm IST)
  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST