Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પાકિસ્તાની ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પાસે હોટેલ - બુકીંગના રૂપિયા ન હોવાથી બુલવેયો જવાને બદલે હરારેની હોટેલમાં જ રોકાવુ પડ્યુ

પાકિસ્તાની ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ઝિમ્બાબ્વેમાં ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટ જીત્યા બાદ પાકિસ્તાની ટીમ હરારેમાં ફસાઈ ગઈ છે એનું કારણ એ છે કે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની આર્થિક તંગી. ટી-૨૦ ટુર્નામેન્ટ જીત્યા બાદ પાકિસ્તાની ટીમને ઝીમ્બાબ્વે સામે પાંચ મેચની વન-ડે સીરીઝ રમવા બુલવેયો જવાનું હતું, પણ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ હોટેલની વ્યવસ્થા નથી કરી શકયુ. પાકિસ્તાની ટીમે બુલવેયો માટે રવાના થવાનું હતું, પણ પ્રોગ્રામ બદલવો પડ્યો જે હોટેલમાં રહેવાનું હતું એણે બુકીંગ વખતે રૂપિયા માગ્યા જે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ આપી નથી શકયુ.(૩૭.૧)

(2:36 pm IST)