Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રવિવારે ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ મુકાબલો

ચેમ્પિયન ટીમને ૩૮ મિલિયન ડોલર અને રનર્સઅપ ટીમને ૯૦ લાખ ડોલર મળશે

મોસ્કો,તા. ૧૨ : ફિફા વર્લ્ડ કપમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ક્રોએશિયાએ અપસેટ સર્જીને ફાઇનલમાં કુચ કરી હતી. ક્રોએશિયાએ સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ પર જીત મેળવીને તેની તમામ આશા પર પાણી ફેરવી દીધુ હતુ.

આ મેચમાં ક્રોએશિયાની ટીમે ઇંગ્લેન્ડ પર ૨-૧થી જીત મેળવી હતી. વધારાના સમયમાં ક્રોએશિયાના મારિયો માનજુકિટોએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બંને વચ્ચે હવે ૧૫મી જુલાઇના દિવસે ફાઇનલ મેચ રમાશે.ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. ક્રોએશિયાની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. નિર્ધારિત સમય સુધી બંને ટીમો એક એક ગોલથી બરોબર હતી.

તે પહેલા સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાયેલી પ્રથમ સેમીફાઇનલ મેચમાં ફ્રાન્સે બેલ્જિયમ પર ૧-૦થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. આની સાથે જ ફ્રાન્નાી ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં કુચ કરી ચુકી છે. મેચમાં એકમાત્ર ગોલ ઉમટિટી એ ૫૧મી મિનિટમાં કર્યો હતો. ફ્રાન્સની ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયા બાદ નવી આશા જાગી છે.

ફ્રાન્સના ચાહકો રોમાંચિત દેખાયા હતા. ફ્રાન્સની ટીમ હવે ચેમ્પિયન બનવાથી માત્ર એક મેચ દુર છે. ટીમે વર્ષ ૧૯૯૮માં પોતાની યજમાનીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોચ્યા બાદ ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને ફીફા વર્લ્ડ જીતી લેવામાં સફળતા મેળવી હતી. 

વર્લ્ડકપમાં આ વખતે મોટા અપસેટ શરૂઆતના રાઉન્ડમાં જ જોવા મળી રહી હતી. વર્તમાન ચેમ્પિયન જર્મની પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ ગયા બાદ રાઉન્ડ ૧૬માસ્પેન, આર્જેન્ટિના અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ ગઇ હતી. ડેનમાર્ક પણ હારીને બહાર થઇ જતા વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો.

ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા આવનાર છે.(૩૭.૧)

(2:33 pm IST)