News of Thursday, 12th July 2018

નડાલ માટે વિમ્બલ્ડન મોટા ભાગે નિરાશાજનક પુરવાર

વિમ્બલ્ડનમાં પાંચ વખત ફાઈનલમાં હાર્યો : ગ્રાસકોર્ટ પર વર્ષ ૨૦૧૭, ૨૦૧૫, ૨૦૧૪, ૨૦૧૩, ૨૦૧૨, ૨૦૦૫, ૨૦૦૩માં શરૂઆતી રાઉન્ડમાં હાર્યો

લંડન,તા. ૧૨ : સ્પેનના શક્તિશાળી ખેલાડી રાફેલ નડાલનો  વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિમ્બલ્ડનમાં તે સાત વખત જુદા જુદા રાઉન્ડમાં હારી ચુક્યો છે જે પૈકી મોટાભાગે તેનાથી ઓછી રેંકિંગના ખેલાડીઓ સામે તે હારી ગયો છે. ૨૦૧૧ બાદથી બે વખત ચોથા રાઉન્ડમાં પ્રવેશી ચુક્યો છે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે પાંચ વખત તે ફાઇનલમાં પણ પહોંચ્યો છે જે સાબિત કરે છે કે તે કેટલો શક્તિશાળી ખેલાડી છે. વિમ્બલ્ડનમાં તે તાજ જીતવામાં પણ તે સફળ થઇ ચુક્યો છે પરંતુ મોટાભાગે તેને હારનો સામનો કરવો પડ્યો છે.વર્ષ ૨૦૧૫માં તે બીજા રાઉન્ડમાં જર્મનીના ડસ્ટીન બ્રાઉન સામે હારી ગયો હતો જ્યારે ૨૦૧૪માં પણ ચોથા રાઉન્ડમાં, ૨૦૧૩માં પ્રથમ રાઉન્ડમાં, ૨૦૧૨માં બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. આવી જ રીતે ૨૦૦૫માં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. એકંદરે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં જોરદારરીતે પોતાની તાકાત મુજબ રમી શક્યો નથી. ૧૧ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચુકેલા નડાલની વિમ્બલ્ડનમાં પાંચ વખત ફાઈનલમાં હાર થઇ છે. ગ્રાસકોટ પણ અહીં તે બે વખત ચેમ્પિયન બન્યો છે. હજુ પણ તે અહીં વધુ ટ્રોફી જીતવા  માટે પૂર્ણ આશાવાદી બનેલો છે.

વિમ્બલ્ડનમાં નડાલ....

*   ૨૦૦૩માં શ્રીચાફાન સામે ત્રીજા રાઉન્ડમાં હાર્યો

*   ૨૦૦૫માં બીજા રાઉન્ડમાં મુલર સામે હાર્યો

*   ૨૦૧૨માં બીજા રાઉન્ડમાં રોસોલ સામે હાર્યો

*   ૨૦૧૩માં પ્રથમ રાઉન્ડમાં ડાર્સી સામે હાર્યો

*   ૨૦૧૪માં ચોથા રાઉન્ડમાં નિક સામે હાર્યો

*   ૨૦૧૫માં બીજા રાઉન્ડમાં ડસ્ટીન બ્રાઉન સામે હાર્યો

*   ૨૦૧૭માં મુલર સામે ચોથા રાઉન્ડમાં હાર્યો

(12:39 pm IST)
  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • બિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST