Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ફૂટબોલ વર્લ્ડકપ માટે ૧ કલાકમાં વેચાઈ ગઈ ૧.૨૦ લાખ ટિકીટો

ફૂટબોલ વર્લ્ડકપ માટે ફીફાએ કેટલીક વધારાની ટીકીટો બહાર પાડી હતી ત્યારે માત્ર એક કલાકની અંદર જ ૧.૨૦ લાખ ટિકીટો વેચાઈ ગઈ હતી. હવે માત્ર અમુક ચોક્કસ મેચોની જ થોડી ટિકીટો વેચાવાની બાકી છે. ૧૫ જુલાઈ સુધી આ ટિકીટો પણ વેચવામાં આવશે. વર્લ્ડકપ માટેની ટિકીટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ ત્યારથી અત્યાર સુધી કુલ ૨૫ લાખ ટીકીટો વેચવામાં આવી છે. જેમને ટીકીટ નથી મળી તેમણે પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે વેબસાઈટ પર ટિકીટોનું પાછુ વેચાણ પણ થઈ શકે છે. જો કોઈ પ્રશંસક મેચ જોવા નથી માગતો તો તે વેબસાઈટ દ્વારા ટીકીટને પાછી વેચી પણ શકે છે. ટીકીટો પાછી આપવાના મામલે ફીફાએ વેબસાઈટ પર એક અલગ પ્લેફોર્મ બનાવ્યુ છે. જેમાં નિયમ મુજબ ટિકીટ પર લખેલા નામમાં ફેરબદલ થઈ શકે છે.

(12:47 pm IST)