Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ફૂટબોલ વર્લ્ડકપ માટે બ્રાઝીલની ટીમ સાથે રશિયા પહોંચ્યો કેપ્ટન નેમાર

આત્મવિશ્વાસથી છલોછલ બ્રાઝિલની ટીમ છઠ્ઠી વખત ફૂટબોલ વર્લ્ડકપ જીતવાના લક્ષ્યાંક સાથે રશિયા પહોંચી હતી. વર્લ્ડકપ પહેલા પોતાની છેલ્લી પ્રેકટીસ મેચમાં બ્રાઝીલે ઓસ્ટ્રીયાને ૩-૦થી હરાવ્યુ હતું. એમાં કેપ્ટન નેમારે પણ ગોલ કર્યો હતો. જે અત્યારે વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ - ખેલાડી છે. ઓસ્ટ્રીયાની ટીમ જો કે વર્લ્ડકપ માટે કવોલીફાય નથી કરી શકી. બ્રાઝીલની ટીમ વર્લ્ડકપમાં પોતાની પહેલી મેચ ૧૭ જૂને સ્વીત્ઝર્લેન્ડ સામે રમશે.

(12:46 pm IST)