Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વિડીયો શેર કરતા ઈરફાન પઠાણની થઈ ગઈ આ મોટી ભૂલ

વડોદરા, તા. ૧૨ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ  પેસર ઇરફાન પઠાણ પણ સ્પોર્ટ્સ જગતની દિગ્ગજ હસ્તીઓની જેમ લોકડાઉનમાં ઘરમાં છે. તે આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે અને સતત ફોટો વિડીયો ફેન્સની સાથે શેર કરતો હોય છે. ટિકટોક પર તેના અને તેના ભાઇ યુસુફ પઠાણના વિડીયો ઘણા વાયરલ પણ થયા છે. ગઈકાલે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડિયો તેણે શેર કર્યાે છે.

વિડીયોમાં ઇરફાન પોતાના દીકરા સાથે બેઠો છે. એટલામાં તે ભૂલથી પોતાના દીકરાના હાથમાંથી બોટલ લઈને પાણી પી  લે છે. પાછળ સોફામાં બેઠેલો તેનો ભાઈ યુસુફ તેને યાદ અપાવે છે કે રોજા છે, તારા... પરંતુ ત્યાં સુધીમાં તેનાથી ભૂલ થઈ જાય છે. ઇરફરાને આ વિડીયોના કેપ્શનમાં  લખ્યું, આવી ભૂલ કોના-કોનાથી થઈ છે ? વિડીયોના બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગે છે. દિલ ગલતી કર બેઠા હૈ, ગલતી કર બેઠા હે દિલ...

(2:55 pm IST)