Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ધોની પાસેથી ટેસ્ટ-કેપ મેળવવી મારા માટે ખુબ સ્પેશ્યલ હતીઃ રાહુલઙ્ગ

૨૦૧૪માં ગાવસ્કર-બોર્ડર ટ્રોફીમાં પદાપર્ણ કર્યું હતુ

બેન્ગલોરઃ  ઇન્ડિયન બેટ્સમેન કે. એલ. રાહુલનું કહેવું છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ટેસ્ટ-કેપ મેળવવી મારા માટે ખૂબ સ્પેશ્યલ હતી. રાહુલે હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. રાહુલે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફી દ્વારા ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેને નહોતી, ખબર કે આ મેચમાં તે રમશે, પરંતુ ધોની દ્વારા તેને ટેસ્ટ-કંપ આપવામાં આવી હતી. તેના ટેસ્ટ-ડેબ્યુ વિશેનો સવાલા પૂછતાં રાહુલે કહ્યું હતું કે 'મારા માટે આ સ્પેશ્યલ અને ઇમોશનલ મોમેન્ટ હતી. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને રમવા મળશે અને ધોની પાસેથી ટેસ્ટ-કેપ મેળવવી મારા માટે ગર્વની વાત હતી.'

(2:55 pm IST)