Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

આઇપીઅેલ ક્રિકેટ જંગમાં શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીની તબિયત લથડીઃ ગૌતમ ગંભીર તેનું સ્થાન લે તેવી શક્યતા

મુંબઇઃ આઇપીઅેલ ક્રિકેટ મેચમાં ખૂબ જ સુંદર પ્રદર્શન કરનાર વિરાટ કોહલીની તબિયત બગડતા તેના સ્‍થાને હવે ગૌતમ ગંભીરને લેવાય તેવી શક્યતા છે.

આઈપીએલની 11મી સીઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ પોતાના હોમગ્રાઉન્ડ ફિરોઝશાહ કોટલા મેદાન પર રોયલ બેંગલોર ચેલેન્જર સામે મેચ રમશે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આઠમાં સ્થાને છે, જો તે ચારેય મેચ જીતે તો પ્લે ઓફમાં આપવવાની તક હજુ પણ જીવંત છે. મેચ પહેલા આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અસ્વસ્થ્ય હોવાનું સામે આવી રહ્યું છે. વિરાટે પ્રેક્ટીસ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. એવામાં આરસીબીની કેપ્ટનશિપ એબી ડિવિલિયર્સ કરી શકે છે.

ગત સીઝનમાં એવું ક્યારેય નથી બન્યું કે વિરાટ પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન બન્યો હોય. જો વિરાટ આજે મેદાન પર નહીં ઉતરે તો ડિવિલિયર્સ આઈપીએલમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. જ્યારે ટીમ મેનેજમેન્ટ તરફથી કોહલીના રમવા અંગે કોઈ માહિતી જાહેર કરી નથી.

દિલ્હી પોઈન્ટ ટેબલમાં છેલ્લા નંબરે છે. એટલા માટે આ મેચમાં મનજોત કાલરા, ગુરકીરત માન સિંહ, સાયન ઘોષ તથા જૂનિયર ડાલાને તક મળી શકે છે. આ ઉપરાંત શરૂઆતમાં ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર પ્લેઈંગ ઈલેવનમાં આવી શકે છે. જ્યારે નેપાળનો સંદીપ લામિચાને આઈપીએલમાં ડેબ્યૂ કરી શકે છે. દિલ્હી આ સીઝનમાં પ્લેઓફમાં બહાર થનારી પહેલી ટીમ બની છે.

બોલરમાં દિલ્હી પાસે ટ્રેંટ બોલ્ટ, અમિત મિશ્રા જેવા ખેલાડી છે પરંતુ તેઓ પોતાના જાદુ દેખાડી શક્યા નથી. ટીમ બોલિંગમાં પણ ફેરફાર કરી શકે છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં દિલ્હીને હૈદરાબાદ સામે બે મેચમાં હાર મળી છે. ટીમ પાસે આ છેલ્લી તક છે કે તેઓ આરસીબીને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં રહી શકે.

(8:25 pm IST)