Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

નડાલે તોડ્યો આ વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હી: વિશ્વના નંબર વન ખેલાડી સ્પેનના રાફેલ નડાલે એલ સરફેસ પર સતત 50 સેટ જીતીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેને અમેરિકાના જાન મેકનરોનો રોકર્ડ તોડ્યો છે.

નડાલે આર્જેટીનાના ડિએગો શ્વાર્ત્ઝમેં ને ત્રીજા રાઉન્ડમાં 6-3,6-4થી હરાવીને મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી  લીધી હતી. મેકનરોએ 49 સેટનો રેકોર્ડ પોતાના નામે  કર્યો હતો જયારે આ રેકોર્ડને તોડીને નડાલે 50 સેટનો રેકોર્ડ બનાવ્યો છે. મેકનરોએ 1984માં આ રેકોર્ડ બનાવ્યો હતો. નડાલની ક્લે કોર્ટમાં આ સતત 21મી જીત છે. પરંતુ ક્વાર્ટરફાઇનલમાં  નડાલને ઓસ્ટ્રિયાના ડોમિનિક થીએમએ 5-7,3-6થી હરાવીને સેમિફાઇલમાં જગ્યા બનાવીને નડાલને બહારનો રસ્તો બતાવી દીધો હતો.

(4:57 pm IST)