Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

યુવરાજે કેન્સરગ્રસ્ત બાળકને ટી-શર્ટ અને કેપ આપી

પંજાબની ટીમનો ખેલાડી યુવરાજસિંહ ઈન્દોરમાં ૧૧ વર્ષના રોકી દુબે નામના બાળકને મળ્યો હતો અને તેને ગિફટમાં ટી-શર્ટ, કેપ અને એક સ્કુલ બેગ આપી હતી. રોકી ૧ વર્ષનો હતો ત્યારે તેને કેન્સર થયુ હતું અને છેલ્લા ૧૦ વર્ષથી તે કેન્સર સામે લડી રહ્યો છે. તેના મમ્મી - પપ્પા અને બહેન ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં યુવરાજસિંહને મળવા પહોંચ્યા હતા. તેણે રોકીનો ઉત્સાહ પણ વધાર્યો હતો અને કેન્સર જેવા રોગને પણ માત આપી શકાય એવી વાત કરીને પોતાનું પણ ઉદાહરણ આપ્યુ હતું.

(12:36 pm IST)