Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ઈજાના કારણે સોનમ મલિક એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપથી હટી

નવી દિલ્હી: રેસલર સોનમ મલિક ઈજાના કારણે આ મહિનામાં અલ્માટીમાં યોજાનારી એશિયા રેસલિંગ ચેમ્પિયનશીપથી પીછેહઠ કરી છે. 13 થી 18 એપ્રિલ સુધી એશિયા ચેમ્પિયનશિપ યોજાનાર છે. મહિલા ટીમના મુખ્ય કોચ કુલદીપ મલિકે આઈએએનએસને જણાવ્યું કે, સ્થાનિક તબીબી નિષ્ણાતની સલાહ લીધા બાદ સોનમને ટૂર્નામેન્ટમાંથી વિરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મલિકના જણાવ્યા મુજબ, એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં સેમિ-ફાઇનલ મેચ સમયે સોનમને ઈજા થઈ હતી પરંતુ તે પાછો આવી ગઈ હતી અને મેચ જીતીને ઓલિમ્પિક ક્વોટા જીતી ગઈ હતી.

(5:22 pm IST)
  • ચૂંટણી પંચે બંગાળના CM મમતા બેનર્જીના બંગાળમાં ચૂંટણી પ્રચાર પર 24 કલાક માટે પ્રતિબંધ મૂક્યો : આજે રાત્રે 8 વાગ્યાથી કાલે રાત્રે 8 વાગ્યા સુધી લગાવી રોક : સુરક્ષા દળો પર મમતા બેનર્જીના ભડકાઉ વિધાન પર કરી કાર્યવાહી. access_time 7:49 pm IST

  • મમતા બેનર્જીના પ્રચાર માટે જલપાઇ ગુડીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:02 pm IST

  • રેડીઝ લેબમાં બની રહેલ સ્પુતનિક-ફાઇવ દસ દિ'માં બજારમાં મળતી થઇ જશે ? ઓકટોબર સુધીમાં બીજી ૪ વેકસીનને મંજુરી અપાશે : અત્યારે હાલમાં કોવિશીલ્ડ અને કોવેકિસન બે રસી ઉપલબ્ધ છે : ડો. રેડીના સહયોગ થી રશીયાની સ્પુતનીક પછી, બાયોલોજીકલ ઇના સહયોગથી જહોનસન એન્ડ જહોનસનની રસી, સીરમ ઇન્સ્ટીટ્યુટની નોવા વૈકસ, ઝાયડસ કેડીલાની રસી જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે, તથા ભારત બાયોટેકની ઇન્ટ્રાનેજલ વેકસીનનો સમાવેશ થાય છે ઓકટોબર સુધીમાં આ બધી વેકસીનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા સાથે મળતી થઇ જશે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાનો સંભવ હોવાનું મનાય છે. access_time 4:07 pm IST