Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે શાનદાર વિજય ;શિખર ઘવને અણનમ 97 રન ફટકાર્યા

કોલકાતાના 7 વિકેટે 178 રનના જવાબમાં દિલ્હીએ 18,5 ઓવરમાં 180 રન ઝૂડી નાખ્યા

 

નવી દિલ્હી ;આઇપીએલ -12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 180 રન બનાવી લીધા હતા.શિખર ધવને  63 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 97 રન ફટકાર્યા હતા

  પૃથ્વી 14 રન બનાવી આઉટ થયો હતો. ઐયર પણ 6 રન બનાવી આઉટ થયા બાદ શિખર ધવને  બાજી સંભાળી હતી. ધવને પંત સાથે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. પંત 46 રને આઉટ થયો હતો. ધવન 63 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 97 રન બનાવ્યા હતા. પહેલા તેણે  32 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રન બનાવ્યા હતા.

   શુભમન ગિલ (65)ની અડધી સદી અને આન્દ્રે રસેલના આક્રમક 45 રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા છે. દિલ્હીને જીતવા માટે 179 રનનો પડકાર મળ્યો છે

  . કોલકાતાએ અંતિમ 5 ઓવરમાં 56 રન બનાવ્યા હતા ડેબ્યૂ કરી રહેલો ડેનલી પ્રથમ બોલે ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. ઉથપ્પા 28 રને રબાડાનો શિકાર બન્યો હતો. ઉથપ્પા અને શુભમને 63 રનની ભાગીદારી નોંધાવી હતી.

 

(12:35 am IST)