Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અનોખી પહેલનો એક દાયકો

 મુંબઇ ઇન્ડિયન્સનાં માલિક નીતા અંબાણીના ટી-શર્ટ પાછળ ગઇ કાલે NGOનાં બાળકો પેઇન્ટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. રિલાયન્સ ફાઉન્ડેશનના એજયુકેશન એન્ડ સ્પોટ્ર્સ ફોર ઓલ પહેલ હેઠળ અલગ-અલગ NGOનાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે આપવા માટે એક પેઇન્ટિંગ એકિટવિટી આયોજીત કરવામાં આવી હતી. જેમાં નીતા અંબાણી સાથે મુંબઇની ટીમના અમુક ખેલાડીઓ પણ હાજર હતા. મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૦ની સીઝનથી એની કોઇ પણ એક હોમ લીંગ મેચ NGOનાં બાળકોને સમર્પિત કરે છે અને આશરે ૨૧,૦૦૦ બાળકોને મેચ માણવા વાનખેડેમાં આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરાને ૧૦ વર્ષ પૂરાં થઇ રહ્યા છે અને આવતી કાલે વાનખેડેમાં વધુ ૨૧,૦૦૦ બાળકો રાજસ્થાન રોયલ્સ સામેની મેચ માણતાં જોવા મળશે.

(4:19 pm IST)