Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પેરાલિમ્પિક મેડલીસ્ટ દિપા મલિક જીતી ન્યુઝીલેન્ડ પીએમ સર એડમન્ડ હિલેરી ફેલોશીપ

રિયો પેરલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ દીપા મલિકની પ્રેરણાદાયી અચીવમેન્ટને કારણે તેને ન્યુ ઝીલેન્ડ પ્રાઇમ મિનિસ્ટરની સર એડમન્ડ હિલેરી ફેલોશિપ આપવામાં આવશે. ૪૮ વર્ષની દીક્ષા ૨૦૧૬ની રિયો ગેમ્સમાં શોટપુટ એફ૫૩ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી હતી. આ ફેલોશિપ અંતર્ગત તે ભારત અને ન્યુ ઝીલેન્ડના લોકો વચ્ચે સ્પોટિંગ અને કલ્ચરલ રિલેશનશિપને પ્રમોટ કરશે. એફ૫૩ કેટેગરીના એમ્પ્લીટ્સ ફકત બેસીને થ્રો કરી શકે છે. તે ખભો, કોણી અને કાંડાની તાકાતનો ઉપયોગ કરે છે. ન્યૂ ઝીલેન્ડ હાઈ કમિશન જોના કેમ્પકર્સે એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું કે અમને જણાવતા આનંદ થાય છે કે ન્યુ ઝીલેન્ડ પ્રાઇમ મિનિસ્ટરની સર એડમન્ડ હિલેરી ફેલોશિપ ૨૦૧૯ ભારતની પેરાલિમ્પિક એપ્લીટ દીપા મલિકને આપવામાં આવશે.

ન્યુ ઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા ઓર્ડમની ફેલોશિપ આપવા પાછળનો હેતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સંબંધો વધારે મજબૂત બનાવવાનો છે. અમને આશા છે કે તે જયારે ન્યુ ઝીલેન્ડ આવશે ત્યારે પોતાના અનુભવ શેર કરશે અને બન્ને દેશના લોકોને જોડવાનું કામ કરશે.

(4:18 pm IST)