Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અમે જ આપી હતી ભારતને મિલિટરી-કેપ પહેરવાની મંજૂરી

પાકિસ્તાને નોંધાવેલા વિરોધની હવા કાઢતાં આઈસીસીએ કહ્યું...

આઈસીસીએ કહ્યું હતું કે ભારતને આઙ્ખસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં દેશના લશ્કરના જવાનો માટે આભારની લાગણી વ્યકત કરવા સૈનિકો જેવી ટોપી (મિલિટરી-કેપ) પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી. પાકિસ્તાને આની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાંચીમાં ૮ માર્ચે રમાયેલી સિરીઝની ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ સીઆરપીએફના જવાનોના સન્માનમાં મિલિટરી-કેપ પહેરી હતી તેમ જ પોતાની મેચ-ફી નેશલન ડિફેન્સ ફન્ડમાં આપી હતી.

આઈસીસીના અધિકારીએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાં ભેગાં કરવા તથા શહીદ સૈનિકોની યાદમાં કેપ પહેરવાની મંજૂરી માગી અને એ આપવામાં આવી હતી. પાકિસ્તાને આની સામે વાંધો ઉઠાવી ભારત સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહેસાન મનીએ કહ્યું હતું કે ભારતે કોઈ અલગ હેતુ માટે આઈસીસી પાસે પરવાનગી માગી અને એનો ઉપયોગ બીજા ઉદ્દેશ માટે કર્યો જે સ્વીકાર્ય નથી.

(3:39 pm IST)