Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ધોની ટીમ ઈન્ડિયાનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી સૂઝબુઝ વગરનોઃ બેદી

નવી દિલ્હી, તા. ૧૨ : માજી ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ સોમવારે મહેન્દ્ર સિંહ ધોનીને મર્યાદિત ઓવરોની મેચમાં ભારતીય ટીમનો અડધો કેપ્ટન ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેની ગેરહાજરીમાં ચોથી વનડે દરમિયાન મેદાન પર કેપ્ટન વિરાટ કોહલી ગતાગમ વગરનો જણાયો હતો. હાલા ૨-૨ની બરોબરી પર એવી ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં અંતિમ બે મેચમાં ધોનીને આરામ અપાયો છે, જેની અંતિમ મેચ બુધવારે અહી રમાશે. આ બાબતે ટીપ્પણી કરનારો હું કોણ, પણ ધોનીને કેમ આરામ અપાયો તે અમને બધાને નથી સમજાયું અને ગઇકાલે સ્ટમ્પ પાછળ, બેટ વડે કે મેદાન પર તેની ગેરહાજરી સ્પષ્ટ વર્તાઇ હતી, તે ટીમના અડધા કેપ્ટન જેવો જ છે એવું બેદીએ અહીં ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન દ્વારા પોતાની ટીમ માટે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. ધોનીથી કોઇ નાનું નથી અને તે કંઇ અલભ્ય નથી પણ ટીમને તેની જરૂર છે. કેપ્ટનને તે પોતાની સાથે જોઇએ તેવો તે છે. તેના વગર કેપ્ટનને કંઇ સૂઝ ન પડતી હોય તેવું લાગે છે અને એ કોઇ સારા સંકેત નથી. બેદીએ સાથે જ કહ્યું હતું કે વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ જે પ્રયોગો કરે છે તે સાવ બિનજરૂરી છે.

(3:38 pm IST)