Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કાલે ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈટ ટુ ફિનિશ જંગ

કાંગારૂઓએ જોરદાર કમબેક કરતાં વિરાટસેના ઉપર જીતનું દબાણ : મુકાબલો જામશે

દિલ્હી, તા. ૧૨ : દિલ્હીના ઐતિહાસિક ફિરોજશાહ કોટલા મેદાન ખાતે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ રમાનાર છે. આને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. કારણ કે બંને ટીમોએ હજુ સુધી બે બે મેચો જીતી છે. જેથી આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બેટ્સમેનો જોરદાર ફોર્મમાં આવી ગયા છે. જેથી ભારતીય ટીમને સાવધાન રહેવાની ફરજ પડશે. ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ જીત મેળવી હતી. ભારતીય ટીમમાં એક બે ફેરફારો કરવામાં આવે તેવી વકી છે. 

દિલ્હી મેચને લઇને   જોરદાર ક્રિકેટ ફિવર છે. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની  લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ ઓસ્ટ્રલિયાએ જોરદાર વાપસી કરીને બાકીની બંને મેચો જીતી લીધી હતી. જેથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ પર જોરદાર દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા  તૈયાર છે. આના માટે જોરદાર પ્રેક્ટીસ પણ કરવામાં આવી ચુકી છે. ડેનાઇટ મેચ હોવાના કારણે મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. જીતી લીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક રહી છે.  સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, લોકેશ રાહુલ, ઋષભ પંત, અંબાતી રાયડુ, વિજય શંકર, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા.

ઓસ્ટ્રેલિયા : ફિન્ચ (કેપ્ટન), બહેરન્ર્ડોર્ફ, એલેક્સ કેરી, કાઉન્ટર નીલ, કમિન્સ, હેન્ડ્સકોમ્બ, ઉષ્માન ખ્વાજા, નાથન લિયોન, સોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેનોઈસ, ટર્નર, ઝંપા.

(3:37 pm IST)