Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

Paytm બન્યું પાંચ વર્ષ માટે આઈપીએલનો અમ્પાયર પાર્ટનર

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી-20 ટુર્નામેન્ટના આગામી પાંચ સીઝન માટે ઓનલાઇન વોલેટ કંપની પે-ટીએમ ને આધિકારિક અમ્પાયર પાર્ટનર બનાવવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વાતની જાહેરાત કરી છે. પે-ટીએમ ભારતીય ક્રિકેટનું સત્તાવાર ટાઇટલ પ્રયોજક પણ છે.  આઈપીએલના અધ્યક્ષ રાજીવ શુકલાએ માહિતી આપી કે પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો પે-ટીએમ ટાઇટલ પ્રયોજક હતું અને હવે આઇપીએલ માટે કરાર વધારી દેવામાં આવ્યો છે. પાંચ વર્ષ સુધી પે-ટીએમ સાથે કરાર કર્યો છે આઈપીએલએ દ્વારા.

(8:51 pm IST)