Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કોચ સ્વૈનથી અલગ થઇ શારાપોવા

નવી દિલ્હી: 5 વખતની ગ્રેન્ડસ્લેમ વિજેતા રશિયાની મારિયા શારાપોવાએ પોતાના ટેનિસ કોચ સ્વૈન ગ્રોએનવેલ્ડથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અંદાજે 4 વર્ષ સુધી સ્વૈન દ્વારા શારાપોવાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શારાપોવાએ આ નિર્ણય બીએનપી પરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં મળેલ હાર પછી લીધો છે. આ નિણઁય વિષે શારાપોવાએ કહ્યું કે કોચ સ્વૈન અને મેં સહમતીથી જુદા થવાનો નિર્ણય લીધો છે. હું નસીબદાર છું મને તેમના જેવા કોચનું માર્ગદર્શન માંડ્યું છે. 15 મહિનાના ડોપિંગ પ્રતિબંધ પછી કોર્ટમાં શારાપોવાએ વાપસી કરી છે. અત્યારે શારાપોવા 41માં નંબર ની ખેલાડી છે.

(7:16 pm IST)