Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

વિનોદ કાંબલીની સેકન્ડ ઇનીંગઃ મુંબઇ ટી-૨૦ લીગની ફ્રેન્‍ચાઇઝી શિવાજી પાર્ક લાયન્‍સ સાથે જોડાયો

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન અને ફટકાબાજ ખેલાડી વિનોદ કાંબલી ક્રિકેટથી લાંબો સમય સુધી અળગા રહ્યા બાદ હવે તેની સેકન્ડ ઇનીંગ શરૂ કરી રહ્યા છે. જો કે, તેઓ પ્રત્‍યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે ક્રિકેટની રમત સાથે જોડાઇ રહ્યા છે.

વિનોદ કાંબલીને મુંબઈમાં શરૂ થઈ રહેલી મુંબઈ ટી-૨૦ લીગની ફેન્ચાઈઝી શિવાજી પાર્ક લાયન્સના મેંટર રૂપમાં જોવા મળશે. વિનોદ કાંબલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "હું શિવાજી પાર્ક લાયન્સની સાથે પોતાનો અનુભવ શેર કરીશ અને તેને માર્ગદર્શન આપવા માટે ઉત્સાહિત છુ. આ ટીમમાં પ્રતિભાશાળી ખેલાડી છે. મુંબઈએ હંમેશા પોતાની ક્ષમતા સાબિત કરી છે અને રાષ્ટ્રીય સ્તર પર યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું છે. આ ટીમની સાથે પણ અમે આ ટાર્ગેટ જ પ્રાપ્ત કરીશું."

વિનોદ કાંબલીએ પોતાની ટીમના ખેલાડીઓથી આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો આગ્રહ કર્યો છે, કેમકે આ ખેલાડીઓને ઇન્ડીયન પ્રીમિયર લીગમાં રમવાની તક પણ મળી શકે છે. મુંબઈ ટી-૨૦ લીગમાં શિવાજી પાર્ક લાયન્સ ટીમની આગેવાની મુંબઈના મધ્યમ ક્રમના બેટ્સમેન સિદ્ધેશ લાડના હાથમાં છે. આ ટીમના કોચ વિનોદ રાઘવન છે. આ લીગની મેચ વાનખેડે સ્ટેડીયમમાં ૧૧ થી ૨૧ માર્ચ સુધી રમાશે. લીગમાં કુલ છ ટીમ ભાગ લઇ રહી છે.

(5:28 pm IST)