Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

વિરાટ-અનુષ્કાની રોમાન્ટિક તસ્વીર શેર કરતા ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ

વિરાટને કિસ કરતી તસ્વીર અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી

 

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ  ટીમના સુકાની વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની ખુબ રોમાન્ટિક તસ્વીર શેર થતા ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઇ રહી છે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની  વિરાટ કોહલી શ્રીલંકામાં રમાઇ રહેલી નિડાસ ટ્રોફીનો હિસ્સો નથી.તેની પત્ની અનુષ્કા શર્મા પણ પોતાની આગામી ફિલ્મ સુઇ-ધાગાનાં શૂટિંગમાં વ્યસ્ત છે.ત્યારે  શનિવારે ચંદેરીમાં શૂટિંગ પુરૂ થયા બાદ અનુષ્કા મુંબઇ પરત ફરી હતી. વિરાટ કોહલી પિક અપ કરવા માટે મુંબઇ એરપોર્ટ સુધી ગયો હતો. બીજી તરફ રવિવારે અભિનેત્રી અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં પતિ વિરાટની સાથે ખુબ રોમેન્ટીક તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં અનુષ્કા વિરાટને કિસ કરતી જોઇ શકાય છે. શેર કરતાની સાથે તસ્વીર ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઇ ગઇ છે

   વિરાટ અને અનુષ્કાએ ગત્ત વર્ષે 11 ડિસેમ્બરે ઇટાલીમાં જઇને લગ્ન કર્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીએ પોતાનાં ટ્વીટર પર ફોટો શેર કર્યો છે. જેમાં અનુષ્કા અને તેની સાથે ડોક્ટર જુલ ગમડિયા પણ જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલીએ કેપ્શન લખ્યું કે, આનંદ લઇ રહ્યા છીએ બીજી કઇ રીતે. આ પહેલીવર છે જ્યારે વિરાટ - અનુષ્કાની કોઇ રોમેન્ટીક તસ્વીર શેર કરી હોય. તે અગાઉ વિરાટ દક્ષિણ આફ્રીકામાં હતો તેણે અનુષ્કા સાથેની તેની ખુબ જ રોમાન્ટીક તસ્વીરો ઇન્સ્ટા પર શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શન લખ્યું હતું કે. મારી અને માત્ર મારી. વિરાટે આ ફોટોમાં બંન્નેનાં ચહેરાઓ પણ નહોતા દેખાઇ રહ્યા. બંન્ને એકબીજાનાં ગળે મળેલા જોવા મળ્યા હતા. બેકગ્રાઉન્ડમાં એક પેઇન્ટિંગ હતું જેમાં કપલ કિસ કરતુ જોવા મળી રહ્યું છે. 

(11:00 pm IST)