Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ઓસ્‍યટ્રેલીયા-ન્‍યુઝીલેન્‍ડના લાંબા પ્રવાસ બાદ હવે રોહિત શર્માને આરામ અપાય તેવી સંભાવના

નવી દિલ્હીઃ વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાએ હવે માત્ર 7 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. વિશ્વકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ 24 ફેબ્રુઆરીથી ભારતના પ્રવાસે આવશે. તે યજમાન ટીમ વિરુદ્ધ બે ટી20 અને 5 વનડે મેચ રમશે. જાણવા મળ્યું છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના લાંબા પ્રવાસ બાદ રોહિત શર્માને આરામ આપી શકાય છે. સૂત્રો પ્રમાણે, તેને વનડે સિરીઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીની આરામ આપવામાં આવ્યો હતો અને તે ત્રણ મેચોની ટી20 સિરીઝમાંથી પણ બહાર રહ્યો હતો. તેવામાં રોહિતે ટીમની કમાન સંભાળી હતી. ભારતે કીવી વિરુદ્ધ 4-1થી વનડે સિરીઝ જીતી પરંતુ ટી20 સિરીઝ 1-2થી ગુમાવી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આરામ કર્યા બાદ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમમાં પરત ફરશે.

જ્યારે કાર્યભારની વાત આવે છે તો પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટના એક મંતવ્ય સામે આવે છે. હાલમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા હતા કે 23 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પણ ખેલાડીઓના વર્કલોડ પર નજર રાખવામાં આવશે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસીની સંભાવના છે, જેને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નિર્ધારિત ઓવરની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. બીજીતરફ પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે કહ્યું કે, સ્પિનર કુલદીપ યાદવ અને ચહલની હાજરી પર વિચાર કરીશું.

વચ્ચે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેએલ રાહુલ અને રહાણેને પસંદગીકારોને પ્રભાવિત કરવાની વધુ એક તક મળી શકે છે. એવું લાગી રહ્યું છે કે, ટીમ મેનેજમેન્ટ વિશ્વકપ માટે બેકઓફ ઓપનર રાખી શકે છે. બંન્નેમાંથી કોઈ એકને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝ અને આઈપીએલમાં પ્રદર્શનના આધાર પર વિશ્વકપની ટિકિટ મળી શકે છે.

ટી20 સિરીઝ

24 ફેબ્રુઆરી, પ્રથમ ટી20, વિશાખાપટ્ટનમ, સાંજે સાત કલાકે

27 ફેબ્રુઆરી, બીજી ટી20, બેંગલુરૂ, સાંજે સાત કલાકે

વનડે સિરીઝ

2 માર્ચ, પ્રથમ વનડે, હૈદરાબાદ, બપોરે 1.30 કલાકે

5 માર્ચ, બીજી વનડે, નાગપુર,   બપોરે 1.30 કલાકે

8 માર્ચ, ત્રીજી વનડે, રાંચી, બપોરે 1.30 કલાકે

10 માર્ચ, ચોથી વનડે, મોહાલી, બપોરે 1.30 કલાકે

13 માર્ચ, પાંચમી વનડે, દિલ્હી, બપોરે 1.30 કલાકે

(4:36 pm IST)
  • અંજારમાં ગુજરાત પોલીસે કર્યું દિલધડક ઓપરેશન: ATM વાનના કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી રૂ. 34 લાખની લૂંટ કરનાર હરિયાણાની ગેંગના બે સાગરિતોની કરી ધરપકડ : લૂંટારાઓ દ્વારા ફાયરીંગ કરવા છતાં પોલીસે જીવના જોખમે પાંચ કિલોમીટર સુધી પીછો કરી ઝડપી પાડયા access_time 1:12 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • સિરક્રીકમાં પાકિસ્તાન નેવીની હિલચાલ વધી :ભારતીય નેવી પર બાજ નજર રાખવા માટે 8 નવા ઓબ્ઝર્વેશન પોસ્ટ :સિયાચીન બાદ સિરક્રીકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ :નિયંત્રણ રેખા હોવા છતાં સિરક્રીક બંને દેશો વચ્ચે સંવેદનશીલ બની access_time 1:00 am IST