Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ટીમમાં પસંદગી ન થતાં ખેલાડીએ કર્યો ભૂતપૂર્વ બોલર અમિત ભંડારી પર હુમલો

દિલ્હી ક્રિકેટ ર્બોડની સિલેકશન કમિટીના અધ્યક્ષ સ્ટેડિયમમાં હતા ત્યારે અન્ડર-૨૩ની ટીમમાં સિલેકટ ન થયેલા પ્લેયરે ગુંડાઓ દ્વારા હોકીફ-સ્ટક અને સળિયા વડે કર્યો હુમલોઃ ગૌતમ ગંભીરે આવા ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાની કરી માગણી

ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલર અને દિલ્હી એન્ડ ડિસ્ટિક્ષ્કટ ક્રિકેટ અસોસિએશનની સિનિયર સિલેકશન કમિટીના ચેરમેન અમિત ભંડારી પર અન્ડર-૨૩ ટીમમાં સિલેકટ ન થયેલા ખેલાડીની આગેવાનીમાં કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. ગઈ કાલે દિલ્હીના સેન્ટ સ્ટીફન મેદાનમાં ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થનારી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટે ટીમ તૈયારી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ભંડારીના માથામાં અને કાનમાં ઈજા થતાં તેનો સાથી સુખવિન્દર સિંહ તેને સિવિલ લાઇન્સમાં આવેલી સંત પરમાનંદ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ડેપ્યુટી પોલીસ-કમિશનર (નોર્થ) નુપૂર પ્રસાદે કહ્યું હતું કે શ્નઅમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ. ઈજાગ્રસ્તનું સ્ટેટમેન્ટ લીધા બાદ કેસ દાખલ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજયની અન્ડર-૨૩ ટીમમાં પંસદગી ન થનારા અનુજ દેઢા આ હુમલા પાછળ જવાબદાર છે, કારણ કે તેની નેશનલ અન્ડર-૨૩ વન-ડે ટીમમાં પસંદગી થઈ નહોતી. નામ ન જણાવવાની શરતે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે અનુજ ઘણા સમયથી પોતાની પસંદગી માટે દબાણ કરતો હતો, પરંતુ ભંડારીએ તે સારો ન હોવાથી ના પાડી હતી. એથી તેણે ભાડૂતી ગુંડાઓની મદદથી ભંડારી પર હોકી-સ્ટિક અને સળિયાથી હુમલો કર્યો.

દિલ્હી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે મેરિટના આધારે પસંદગી ન થનાર ખેલાડી ગુંડાઓની મદદથી ટીમમાં પસંદગી માટે દબાણ કરતો હતો. એક પ્રામાણિક સિલેકટરને પોતાની ફરજ બજાવતાં રોકવામાં આવ્યો છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ગંભીરે કહ્યું હતું કે આવા ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.

(3:25 pm IST)
  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • લોકસભામાં પસાર થયેલું નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંરજૂ ન થઇ શક્યું : કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની ભારે ધાંધલ ધમાલ વચ્ચે બિલ રજૂ કરવા માટે કાલે છેલ્લો દિવસ : મણિપુર સહિતના રાજ્યોમાં બિલના વિરોધમાં હિંસક દેખાવો ,કર્ફ્યુ,તથા ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ access_time 6:30 pm IST