Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને મદનલાલને સલાહકાર સમિતિના સમાવાય તેવી શકયતા

BCCI ની સલાહકાર સમિતિમાં મહિલા ક્રિકેટર સુલક્ષણા નાયકની પણ પસંદગી થવા વકી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર અને મદન લાલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની  સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ તેવી શકયતા છે  જ્યારે ત્રીજા સદસ્ય તરીકે મુંબઈની મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઇકની પસંદગી થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુલક્ષણા નાઇકે ટીમ ઇન્ડિયા માટે બે ટેસ્ટ અને 46 વન ડે મેચ રમ્યા છે.  ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2011માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. જ્યારે મદનલાલ 1983 વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમમાં સામેલ હતા.   

   ગૌતમ ગંભીરે ક્રિકેટથી સંન્યાસ બાદ રાજનીતિમાં એન્ટ્રી કરી અને હાલ તે ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી પૂર્વી દિલ્હીમાં સાંસદ છે. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ગંભીરે 3 ડિસેમ્બર 2018ના રોજ સંન્યાસ લીધો હતો. જ્યારે મદનલાલે ભારત માટે 39 ટેસ્ટ અને 67 વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે

(11:06 pm IST)