Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ભારતના પ્રવાસમાં પસંદગી ન થતા નિરાશ નથી મેક્સવેલ

નવી દિલ્હી: માનસિક સ્વાસ્થ્યને લઈને ક્રિકેટમાંથી વિરામ લીધા બાદ  ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલએ વાપસી કરી છે અને કહ્યું છે કે હવે તેને કોઈ પણ બાબતમાં મુશ્કેલી નથી. ભારતીય પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટીમમાં તેમનું નામ લેવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે ભારત પ્રવાસ માટે પસંદ ન થવાને કારણે તે નિરાશ નથી. ગત વર્ષે ઓક્ટોબરમાં મેક્સવેલે આ વિરામ લીધો હતો અને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગમાં શાનદાર વાપસી કરી હતી.હકીકતમાં, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ, માનસિક સ્વાસ્થ્ય માટે ક્રિકેટમાંથી વિરામ લીધા બાદ કહ્યું હતું કે હવે મને કોઈ સમસ્યા નથી.તેણે બિગ બ બેશ લીગમાં શાનદાર વાપસી કરી મેલબોર્ન સ્ટાર્સની ટીમ માટે ઝડપી રન બનાવ્યા. શુક્રવારે રાત્રે તેણે 45 દડામાં અણનમ 83 રન બનાવ્યા અને મેલબોર્ન સ્ટાર્સને મેલબોર્ન રેનેગેડ્સ ઉપર સાત વિકેટથી વિજય અપાવ્યો.

(11:38 am IST)