Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઓસીઝ સામે પરાજય બાદ કોહલીએ કહ્યું ,,ધોનીનું આઉટ થવુ સૌથી મોટું નિર્ણાયક રહ્યું.:મેચની દિશા બદલાઇ ગઇ.

 

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વન-ડે હાર્યા બાદ થોડા અંશે નિરાશ થયેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે લક્ષ્ય તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીનુ આઉટ થવુ સૌથી નિર્ણાયક રહ્યું. ભારતે 289 રનના લક્ષ્યાંકનો પીછો કરીને એક સમયે ત્રણ વિકેટ માત્ર 4 રન પર ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ રોહિત શર્મા અને ધોનીની વચ્ચે 137 રનની ભાગીદારીથી ભારત સુખદ સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું. પરંતુ દરમ્યાન ધોનીના આઉટ થવાથી મેચની દિશા બદલાઇ ગઇ.

(12:21 am IST)
  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST