Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ: પ્રજનેશનો મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ

 

ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ સિંગલ્સના મેન ડ્રોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

  ચેન્નઈના 29 વર્ષના ખેલાડીએ ત્રીજા અને અંતિમ ક્વોલિફાઇંગ મેચમાં જાપાનના વતાનુકી સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વાપસી કરતા 6-7, 6-4, 6-4થી જીત મેળવી હતી.

  પ્રજનેશ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ ગ્રાન્ડ સ્લેમના સિંગલ્સ મેન ડ્રોમાં ક્વોલિફાઇ કરનાર સોમદેવ દેવવર્મન અને યૂકી ભાંબરી બાદ માત્ર ત્રીજો ભારતીય ખેલાડી છે. યૂકીએ 2018મા ઘૂંટણની ઈજા પૂર્વે ચારેય ગ્રાન્ડસ્લેમમાં ભાગ લીધો હતો

(10:09 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST