Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધોનીઅે આજે ઓસ્‍ટ્રેલિયા સામેની વનડે મેચમાં પ્રથમ રન કરીને મેળવી ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિઃ ૧૦ હજારની ક્લબમાં પહોંચનાર પાંચમો ખેલાડી બન્યો

નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી પ્રથમ વનડેમાં ખાસ મુકામ હાસિલ કર્યો છે. આ મેચમાં ખાતુ ખોલતા ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે રમતા 10 હજાર રન પૂરા કરી લીધા હતા. મહત્વનું છે કે, ધોનીના આંતરરાષ્ટ્રીય 10 હજાર રન પહેલા જ પૂરા થઈ ગયા છે. પરંતુ તેમાંથી 174 રન તેણે એશિયા XI તરફથી રમતા બનાવ્યા હતા.

પાંચમો દસ હજારી બન્યો ધોની

ધોની પહેલા સચિન તેંડુલકર (18426), સૌરવ ગાંગુલી (11221), રાહુલ દ્રવિડ (10768), વિરાટ કોહલી (10235)એ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ આ સિદ્ધિ 279મી ઈનિંગ (ભારત માટે રમતા)માં હાસિલ કરી છે.

ધોનીએ વનડે કરિયરમાં 49.74ની એવરેજથી રન બનાવ્યા છે. તે 10 સદી અને 67 અડધી સદી ફટકારી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધા પહેલા તેણે 90 મેચમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયરમાં તેણે 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી. ધોની ભારતનો સફળ વિકેટકીપર પણ છે.

(5:24 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST