Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પૂજારા વિથ પરિવાર

ઓસ્ટ્રેલિયામાં મેન ઓફ ધ સિરીઝ બન્યા પછી ચેતેશ્વરે પિતા કમ કોચ અરવિંદ પૂજારા, પત્નિ પૂજા અને દિકરી અદિતિ સાથે સેલિબ્રેશન કર્યું

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ જિતાડવાનું શ્રેય એકલા હાથે પોતાના નામે કરીને મેન ઓફ ધ સિરીઝ બનેલો ચેતેશ્વર પુજારા પાર્ટીનો નહીં પણ પરિવારનો માણસ છે અને એ તેણે લાખો વખત પુરવાર પણ કર્યું છે. ચેતેશ્વરે પોતાની ફેમિલી સાથે પોતાની આ સકસેસ માણી હતી અને તેણે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં ચેતેશ્વર સાથે તેના પપ્પા-કમ-કોચ અરવિંદ પૂજારા, વાઇફ પૂજા અને દીકરી અદિતિ ઉપરાંત તેમના નજીકના ફેમિલી-મેમ્બર પણ હાજર રહ્યા હતા.

ચેતેશ્વર તેના ગુરુદેવ હરિચરણદાસજીમાં અખૂટ શ્રદ્ઘા ધરાવે છે. પોતાની આ સફળતા પછી તે ગુરુદેવને મળવા પણ જવાનો છે. ચેતેશ્વરની દીકરીનું નામ પણ હરિચરણદાસજીએ જ પાડ્યું છે.(૩૭.૭)

(3:44 pm IST)