Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે શનિવારે ત્રીજી વનડે રમાશે

પાકિસ્તાન પર શ્રેણીને જીવંત રાખવા માટે દબાણ : ન્યુઝીલેન્ડ પહેલાથી જ વનડે શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે : પાકિસ્તાની ટીમમાં ઘણા ફેરફાર :ન્યુઝીલેન્ડ ફેવરીટ

ડ્યુનેડિન,તા. ૧૨ : પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ડ્યુનેડિન ખાતે ત્રીજી વનડે મેચ રમાનાર છે. ન્યુઝીલેન્ડ ૨-૦ની લીડ ધરાવે છે ત્યારે ન્યુઝીલેન્ડ ઘરઆંગણે શ્રેણી જીતી લેવા માટે ઉત્સુક છે. બીજી બાજુ પાકિસ્તાન શ્રેણીને જીવંત રાખવા માટે ઇચ્છુક છે. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હાફિઝે સૌથી વધારે ૬૦ રન કર્યા હતા. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી.ગુપ્ટિલના શાનદાર અણનમ ૮૬ રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે ૨૫ ઓવરમાં ૧૫૧ રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. પ્  છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા. આના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૬૬ રન બનાવી શકી હતી. પાકિસ્તાનની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ નવાઝ ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ઇમાદ વસીમ ઇજાગ્રસ્ત હતો અને તે ઝડપથી સ્વસ્થ થાય તેમ અમે માની રહ્યા છે. મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકે કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમને મજબૂત ટીમ બનાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. પાંચ વનડે મેચોની શ્રેણીમાં હાલમાં બે વનડે મેચો રમાઈ છે. આ બંને વનડે મેચોમાં ડકવર્થ લુઇસના આધારે ન્યુઝીલેન્ડની જીત થઇ છે. ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ ટ્વેન્ટી મેચ ૨૨મી જાન્યુઆરીથી રમાશે.  પાકિસ્તાનની ટ્વેન્ટી ટીમ નીચે મુજબ છે.

સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફખર ઝમાન, અહેમદ શહેઝાદ, બાબર આઝમ, શોએબ મલિક, હરીશ શોહેલ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ફાહીમ અશરફ, આમીરયામીન, મોહમ્મદ આમીર, હસન અલી, રઇશ અને ઉંમર અમીન.

(12:37 pm IST)