Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્‍વર્ગ સમાન છે... જ્‍યારે લગ્ન એક સારા વ્‍યક્‍તિ સાથે થાય તે સ્‍વર્ગ સમાનઃ લગ્નને એક વર્ષ થતા અનુષ્‍કાએ વીડિયો શેર કર્યો

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નને આજે એક વર્ષ થયું. આ પાવર કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો સાથે સ્પેશિયલ મેસેજ લખીને વિશ કર્યું. વિરાટ અને અનુષ્કા હાલ ઓસ્ટ્રેલિયામાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ માટે વિરાટ હાલ ઓસ્ટ્રેલિયામાં છે ત્યારે ફિલ્મ પ્રમોશનમાંથી સમય કાઢીને અનુષ્કા પતિ સાથે એનિવર્સરી સેલિબ્રેટ કરવા પહોંચી છે.

અનુષ્કાએ શેર કર્યો વીડિયો

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરતાં લખ્યું, “સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્વર્ગ સમાન છે…જ્યારે લગ્ન એક સારા વ્યક્તિ સાથે થાય તે સ્વર્ગ સમાન છે.”

”વિશ્વાસ નથી થતો એક વર્ષ થઈ ગયું”

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે પણ લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું, “વિશ્વાસ નથી થતો કે એક વર્ષ વીતી ગયું. હજુ ગઈકાલે જ લગ્ન થયા હોય તેવું લાગે છે. હેપ્પી એનિવર્સરી, માય બેસ્ટ ફ્રેંડ અને મારી સોલમેટ. હંમેશા માટે મારી.”

“અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું”

વિરાટ કોહલી અને અનુષ્કાએ ગયા વર્ષે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. ત્યારથી જ અનુષ્કા કેટલીક ક્રિકેટ ટૂરમાં વિરાટ સાથે ગઈ હતી. હાલમાં પણ અનુષ્કા વિરાટ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. 30 વર્ષીય ક્રિકેટર પત્ની સ્ટેડિયમમાં હોય ત્યારે મેદાનમાં પોતાના રેકોર્ડનો શ્રેય તેને આપવાનું ચૂકતો નથી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું કે અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું છે, મને સારો વ્યક્તિ બનાવ્યો છે.

(5:58 pm IST)