Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જીત બાદ કોચ શાસ્ત્રી બોલ્યો અપશબ્દ

એડીલેડ ટેસ્ટમાં ભારત વિજયની ઘણું નજીક હતું, પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂછડીયા બેટ્સમેનોએ નાકમાં દમ લાવી દીધો હતો. અશ્વિને છેલ્લી વિકેટ લઈને ભારતને મેચ જીતાડી હતી. કોહલીના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી તો કોચ રવિ શાસ્ત્રી શબ્દોમાં પણ એનો ઉલ્લેખ એક લાઈવ શોમાં જોવા મળ્યો. શાસ્ત્રીએ સુનિલ ગાવસ્કર અને માઈકલ કલાર્ક સાથે સ્ટુડિયોમાં વાતચીત કરતાં હિન્દીમાં કહ્યું હતું કે, 'બિલકુલ છોડેંગે નહિં, લેકિન થોડી દેર કે લિએ વહાં .... મુંહ મેં નથી.' શાસ્ત્રીને ત્યારે ખબર નહોતી કે આ શબ્દો તે બોલી રહ્યો છે એને સમગ્ર દુનિયા સાંભળી રહી છે. વળી આવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ સોશ્યલ મીડીયામાં તેની ઘણી ટીકા પણ થઈ રહી છે.

બીજી ટેસ્ટ મેચ ૧૪ ડિસેમ્બરથી પર્થમાં રમાશે. શાસ્ત્રીએ આ મેચ પહેલા નેટ પ્રેકટીસ ન કરવાના પણ સંકેત આપતા કહ્યું હતું કે, ખેલાડીઓને આરામની જરૂર છે. નેટ્સને ગોળી મારો, તમે ત્યાં જાવ, હાજરી નોંધાવો અને હોટલ પાછા ફરો. અમે જાણીએ છીએ કે પર્થની પીચ બાઉન્સી છે જેમાં ફાસ્ટ બોલરોને લાભ થશે.

(4:35 pm IST)
  • પ્રત્યાપર્ણ આદેશ પર વિજય માલ્યાએ કહયુ મારી પાસે એટલી સંપત્તિ છે જેનાથી બધાનું પેમેન્ટ કરી શકુઃ માલ્યા પર ભારતીય બેંકોનુ ૯૦૦૦ કરોડનું દેણુઃ માલ્યાએ દલિલ કરી કે બેન્કો સાથે કોઇ હેરાફેરી નથી કરીઃ અદાલતએ પુછયું કર્જ કેવી રીતે આપ્યુ એનો શો ઉપયોગ થયો access_time 12:10 am IST

  • મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કમલનાથે રાતે 4 વાગ્યે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી access_time 12:07 am IST

  • મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. 24 કલાકમાં 1,004 ફ્લાઈટ્સને ઓપરેટ કરી. એનો અગાઉનો રેકોર્ડ 1,003 ફ્લાઈટ્સનો હતો, આ વર્ષના જૂનમાં access_time 1:04 am IST