Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગેરકાયદે એકશનને કારણે શ્રીલંકાનો સ્પિનર સસ્પેન્ડ

આઈસીસી દ્વારા શ્રીલંકાના ઓફ સ્પિનર અકિલા દનંજયા પર ગેરકાયદે બોલીંગ એકશનને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકામાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ દરમિયાન તેની બોલીંગ એકશનને લઈને શંકા વ્યકત કરવામાં આવી હતી. બ્રિસ્બેનમાં ૨૩ નવેમ્બરે તેની બોલીંગ એકશનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેની કોણી ૧૫ ડિગ્રી કરતા વધુ વળતી હોવાનંુ જાણવા મળતા આ પગલુ લેવામાં આવ્યું છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડની પરવાનગીથી તે ડોમેસ્ટીક મેચો રમી શકે છે.

(4:27 pm IST)