Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

૨૦૦૩ના વિજયની યાદ તાજી થઈ : સચિન

એડીલેડમાં ભારતની ઓસ્ટ્રેલિયા પર જીત બાદ સચિન તેન્ડુલકર સહિત ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારતીય ટીમને વિજયની શુભેચ્છા આપી હતી.

સિરીઝ શરૂ કરવાની આ એક શાનદાર રીત. ભારતીય ટીમે કયારેય દબાણ ઓછું ન થવા દીધું. પુજારાની બન્ને ઇનિંગ્સ અને રહાણેની બીજી ઇનિંગ્સમાં મહત્વની અને શાનદાર બેટિંગ સાથે ચાર બોલરોએ દમદાર યોગદાન આપ્યું જેણે ૨૦૦૩ના વિજયની યાદ તાજી કરી દીધી.

- સચિન તેન્ડુલકર

ટેસ્ટ-ક્રિકેટ શ્રેષ્ઠ ક્રિકેટ છે. ઓસ્ટ્રેલિયાએ જોરદાર ટક્કર આપી, પરંતુ આખરે ભારતીય ટીમ ચઢિયાતી સાબિત થઈ. પહેલી ઇનિંગ્સમાં ૪૧ રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદની જીત ખાસ છે. પુજારા માટે શાનદાર ટેસ્ટ-મેચ અને બોલરોનો શાનદાર પ્રયત્ન.

- વિરેન્દ્ર સેહવાગ

પૂંછડિયા બેટ્સમેનોએ જોરદાર લડત આપી, પરંતુ આ ક્ષણ ભારતને લાંબા સમય સુધી યાદ રહેશે. બોલરોએ પોતાનું સર્વસ્વ હોમી દીધું. આ લયને પર્થમાં પણ યથાવત્ રાખજો.

- વીવીએસ લક્ષ્મણ

(4:25 pm IST)