Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મેરેડોના કોલકતાનો બન્યો મહેમાન : કાલે ચેરીટી મેચમાં હાજરી : ગાંગુલી પણ જોવા મળશે

આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર ડિએગો મેરાડોના આજથી ત્રણ દિવસ માટે કોલકતામાં આજે આવી પહોંચ્યા છે : આ મહાન ખેલાડીની એક નજર નિહાળવા એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં ફૂટબોલ ચાહકો ઉમટી પડ્યા હતા, તો સામે મેરાડોનાએ પણ ચાહકોનું અભિવાદન કર્યુ હતું, આ મહાન ખેલાડી બીજી વખત ભારત આવ્યા છે, આ અગાઉ ૨૦૦૮માં પણ કોલકતાના મહેમાન બન્યા હતા, આવતીકાલે આદિત્ય સ્કુલ ઓફ સ્પોટ્ર્સના નવા સ્ટેડિયમમાં એક ચેરીટી મેચ રમાનાર છે, જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ હાજર રહેશે

(3:33 pm IST)