Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભારતે ટ્રોફી ગુમાવી પણ ૩.૨૬ કરોડનું ઈનામ મળશે

ભારત સેમિફાઈમલમાં ઈંગ્લેન્ડ સામે ખરાબ હાર્યું : આઈસીસી દ્વારા આ ટુર્નામેન્ટમાં કુલ ૫.૬ મિલિયન ડોલરની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૧ : ટીમ ઈન્ડિયાને ગુરુવારે ઈંગ્લેન્ડના હાથે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની સેમિફાઈનલમાં ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

 આ શરમજનક હાર સાથે ભારતનું ફરી એકવાર ટાઈટલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. જો કે ટુર્નામેન્ટમાંથી બહાર હોવા છતાં ભારતીય ટીમ પર કરોડો રૃપિયાનો બોજ પડશે. આઈસીસીએ ટી૨૦ વર્લ્ડ કપની શરૃઆત પહેલા ટૂર્નામેન્ટનો પ્રાઈઝ પૂલ જાહેર કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૫.૬ મિલિયન ડોલરની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવશે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ ૪૫.૬૭ કરોડ છે. ચાલો જાણીએ કે ભારતને કેટલા કરોડ રૃપિયાનું ઈનામ મળશે.

ભારત ઉપરાંત કેન વિલિયમ્સની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ પણ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની સેમીફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમી ફાઈનલમાંથી બહાર થનારી દરેક ટીમને ૦.૪ મિલિયન ડોલર (અંદાજે રૃ. ૩.૨૬ કરોડ)ની ઈનામી રકમ આપવામાં આવશે. બીજી તરફ વિજેતા અને રનર અપ પર વધુ પૈસાનો વરસાદ થશે.

 

 

 

 

 

 

(7:33 pm IST)