Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

વિલિયમ્સનનો અફલાતુન કેચ

દુબઈઃ ટી-૨૦ વર્લ્ડ કપ-૨૦૨૧ની સેમી ફાઈનલ મેચમાં વિલિયમને જોની બેરસ્ટોનો શાદનાર કેચ સરસ ડાઈવ લગાવી કર્યો હતો. તેણે હવામાં ઉડીને બોલને પકડયો અને તેને એક હાથે બતાવતો જોવા મળ્યો. બાદમાં થર્ડ અમ્પાયરે તેને ચેક કર્યું અને બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો.

આઈસીસીએ ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો હતો. માત્ર ૩૦ મિનિટમાં આ વીડિયોને ૪૧ હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો  છે. તે જ સમયે, ૧૮૦ લોકોએ ટિપ્પણી કરી અને સૌથી વધુ આ કેચ લેવા માટે વિલિયમસનની પ્રશાંસ કરી હતી.

(2:57 pm IST)