Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ધોની કરશે કડકનાથ મરઘાનું ફાર્મિંગ

ઝાબુઆના કડકડનાથના 2 હજાર બચ્ચાનો ઓર્ડર આદિવાસી ખેડૂતને આપી દીધો

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી મહેન્દ્ર સિંહ ધોની તેના શહેર રાંચીમાં ઝાબુઆના કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરશે,ધોનીએ મધ્ય પ્રદેશમાં ઝાબુઆના કડકડનાથના 2 હજાર બચ્ચાનો ઓર્ડર આદિવાસી ખેડૂતને આપી દીધો છે.

 દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હવે ટૂંક સમયમાં પોતાના ગૃહ નગર રાંચીમાં મધ્ય પ્રદેશના ઝાબુઆના કડકનાથ મરઘાનું ફાર્મિગ કરતા જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ધોનીએ ઓર્ગોનિક ખેતી સાથે કડકનાથ મરઘાનું ફાર્મિંગ કરવાનો નક્કી કર્યું છે.  તેના માટે રાંચીમાં પોતાના વેટનરી કોલેજના પ્રોફેસર મિત્રએ એમપીમાં ઝાબુઆના આદિવાસી ખેડૂત વિનોદ મૈદાએ એડવાન્સ ચુકવણી સાથે 2 હજાર મરઘાના બચ્ચાની ડિલીવરી 15 ડિસેમ્બર સુધી કરવાનું જણાવ્યું છે.

   આ ઓર્ડર મેળવી ઝાબુઆનો આદિવાસી ખેડૂત વિનોદ ઘણો ખુશ છે. વિનોદને આશા છે કે જ્યારે તે કડકનાથ મરઘાના બચ્ચાની ડિલીવરી આપવા રાંચી જશે તો ધોની સાથે મુલાકાત કરશે.

  ધોની દ્વારા આપવામાં આવેલા ઝાબુઆના કડકનાથ મરઘાના ઓર્ડર મામલે ઝાબુઆના કડકનાથ મરઘા રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર આઈએસ તોમરે જણાવ્યું કે, ધોનીએ તેના મિત્ર દ્વારા અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ અમારા કેન્દ્રમાં તે સમયે મરઘાના બચ્ચા નહોતા, તેથી અમે તેને ઝાબુઆમાં થંડલાના આદિવાસી ખેડૂતનો સંપર્ક કરવા કહ્યું જે કડકનાથ મરઘા પાલન કરે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કડકનાથ મરઘા મધ્ય પ્રદેશના ઝાબુઆની ઓળખ છે અને તેને ઝાબુઆના કડકનાથ તરીકે ભારત સરકાર તરફથી જીઆઈ ટેગ પણ મળી ચુક્યું છે. આ મરઘો તેના કાળા રંગ, કાળા રક્ત, કાળા હાડકા અને કાળા માંસ સાથે સ્વાદિષ્ટ સ્વાદ માટે જાણીતું છે. આ મરઘો ફેટ અને કોલેસ્ટરોલ મુક્ત હોય છે.

ધોની જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ ઝાબુઆના કડકનાથી વાકેફ છે. ઝાબુઆ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ભારતીય ટીમની ઇમ્યુનિટી અને સ્ટ્રેન્થ વધારવાનું સૂચન આપવામાં આવ્યું હતુ. જેના પર બીસીસીઆઈએ ઝાબુઆ કેન્દ્ર સાથે સંપર્ક સાધવાની વાત કરી હતી. જોકે વિરાટ કોહલી હવે વેગન થઇ ગયો છે. તેની પત્ની અનુષ્કા પણ વેગન છે.

(10:57 pm IST)