Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આઇપીઍલ ૨૦૨૧માં હશે અમદાવાદની ટીમઃ બીસીસીઆઇ મેગા ઓકશન કરે તેવી સંભાવના

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગનું સફળતાપૂર્વક સમાપન થઇ ગયુ છે. કોરોના વાયરસના કારણે આ વખતે ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાઇ હતી. મુંબઈ ઇન્ડિયન્સે આ સીઝનનો ખિતાબ પોતાના નામે કર્યો. બીસીસીઆઈએ સફળતાપૂર્વક આ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું અને તેમાં કોઇ અઢચણ ના આવી. ત્યારે એક રિપોર્ટ મુજબ આઈપીએલ 2021માં અમદાવાદની ટીમ પણ રમી શકે છે.

બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતુ કે આઈપીએલ 2021નું આયોજન ભારતમાં જ થશે અને વુમેન્સ આઈપીએલ આવતા બે વર્ષમાં 7-8 ટીમો વચ્ચે રમાશે. જોકે હવે આઈપીએલની આવતી સીઝનને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધ હિન્દુ મુજબ બીસીસીઆઈ આગામી આઈપીએલ સીઝન પહેલા મેગા ઓક્શન કરવાની તૈયારી કરી રહી છે. તે સિવાય આગામી આઈપીએલમાં વધુ એક ટીમ પણ રમી શકે છે. સમાચારો મુજબ અમદાવાદની ટીમ આવતી સીઝન રમી શકે છે.

આગામી આઈપીલમાં 9મી ટીમ પણ રમતી જોવા મળી શકે છે

તાજેતરમાં જ મોટેરા સ્ટેડિયમનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યુ અને હવે તેમાં દર્શકોની બેસવાની ક્ષમતા 1 લાખથી વધુ થઇ ગઇ છે. એવામાં આગામી સીઝનથી અમદાવાદની ટીમ પણ આઈપીએલ રમતી જોવા મળી શકે છે. મોટેરા અમદાવાદની IPL ટીમનું હોમ ગ્રાઉન્ડ બની શકે છે.

એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે, “બીસીસીઆઈએ અમને જણાવ્યું કે થોડા ક મહિનામાં અમે મેગા ઓક્શન કરવા માટે તૈયાર છીએ. જોકે અત્યાર સુધી સત્તાવાર રીતે તેને લઇને કોઇ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી, પણ તેમણે અમને તૈયાર રહેવાનું જણાવ્યું છે. એટલે બીસીસીઆઈએ પોતાની તરફથી પ્લાનિંગ કરી લીધી છે. આઈપીએલનું ઓક્શન કરાવવું જરૂરી પણ હતુ.”

મેગા ઓક્શન દરમિયાન ફ્રેન્ચાઇઝ 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે અને 2 ખેલાડીઓ માટે તેમની પાસે રાઇટ ટૂ મેચનો ઓપ્શન રહે છે. જોકે આગામી સીઝન માટે અત્યાર સુધી રિટેન્શન પોલિસી નથી આવી.

બીજી એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે રિટેન્શન પોલીસ એ જ રહેવી જોઇએ, ભલેને બીજી કોઇ નવી ટીમ આવતી હોય. કારણ કે બધા ખેલાડીઓને ઓક્શનમાં જવુ યોગ્ય નથી. ટીમોએ આટલા વર્ષ સુધી મેહનત કર્યા પછી પોતાની બ્રાન્ડ વેલ્યૂ બનાવી છે અને જો બધા ખેલાડીઓને ઓક્શનમાં સામેલ કરાય છે તો ઘણું નુકશાન ભોગવવું પડી શકે છે.

અદાણી ખરીદી શકે છે અમદાવાદની ટીમ

ગૌતમ અદાણી અમદાવાદની IPL ટીમ ખરીદી શકે છે. થોડા સમય પહેલા પણ અદાણીના IPL ટીમ ખરીદવાના સમાચાર આવ્યા છે. અદાણી ફ્રેન્ચાઇઝી અત્યારે પ્રો-કબડ્ડીમાં રમી રહી છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ પ્રો-કબડ્ડીમાં સારૂ પ્રદર્શન કરી રહી છે.

(6:17 pm IST)
  • ટ્રમ્પનું અભૂતપૂર્વ ટ્વિટ: કહ્યું કે અમે જીતી રહ્યા છીએ:અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સનસનાટી સર્જી રહ્યા છે. ચૂંટણીમાં પાછળ રહી જવા છતાં તેમણે ટ્વિટ કરીને જાહેર કર્યું છે કે "અમે જીતી રહ્યા છીએ." જો કે સત્તાવાર રીતે જો બાઇડેનને હજી સુધી વિજેતા જાહેર કરાયા નથી.(ન્યૂઝફર્સ્ટ ) access_time 9:21 pm IST

  • ખંભાલીયમાં લાચ લેતા પોલીસ કર્મચારીને ACBને છટકુ ગોઠવી પકડી પડ્યો : પોલીસ સ્ટેસનના કામ માટે એક પોલીસ કર્મચારીને ACBને છટકુ ગોઠવી પકડી પડ્યો access_time 8:01 pm IST

  • દિલ્હીમાં બિહારની જીતનો જશ્ન મનાવવાનું શરૂ : ટૂંક સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ કાર્યાલયે પહોંચશે access_time 6:40 pm IST