Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અફઘાનિસ્તાનને ૪૭ રનથી હરાવીને સિરીઝ પોતાના નામે કરી વેસ્ટ ઈન્ડિઝે

વેસ્ટ ઈન્ડિઝ ૨૪૮ : અફઘાનિસ્તાન ૨૦૦/૧૦

લખનઉ : વેસ્ટ ઇન્ડીઝે તેમની બીજી વન-ડે મેચ જીતીને અફઘાનિસ્તાન સામેની સિરીઝ પોતાના નામે કરી લીધી છે. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝે બીજી વન-ડે ૪૭ રનથી અફઘાનિસ્તાન સામે જીતી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે ર૪૮ રનને ચેઝ કરવા આપેલા ટાર્ગેટ સામે અફઘાનિસ્તાન ૨૦૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શેલ્ડન કોટ્રેલ, રોસ્ટન કેઝ, હેડન વોલ્સે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જાવેદ અહમદી સૌથી પહેલાં ઝીરોમાં આઉટ થયો હતો. ત્યાર બાદ બીજી વિકેટ માટે ૫૩ રનની પાર્ટનરશિપ બની હતી. અફઘાનિસ્તાનની આ સૌથી મોટી પાર્ટનરશિપ હતી. ત્યાર બાદ થોડા-થોડા અંતરે વિકેટ પડતી રહી હતી.વેસ્ટ ઈન્ડીઝના નિકોલસ પૂરણના ૬૭ રન, એવિન લેવિસના ૫૪ રન અને શાઇ હોપના ૪૩ રન અફઘાનિસ્તાનને ભારે પડ્યા હતા. પહેલી અને બીજી વન-ડે જીતીને વેસ્ટ ઇન્ડીઝે આ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. તેમની વચ્ચેની છેલ્લી મેચ આજે રમાશે

(12:52 pm IST)