Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ડેવિડ વોર્નરની દિકરીને બનવું છે વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર ડેવિડ વોર્નરની દીકરીને ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી જેવી બનવું છે. એક વર્ષના બેન બાદ વોર્નર ફરી તેની ગેમ દ્વારા અદ્દભુત પ્રદર્શન કરી રહ્યો છે. ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેની દીકરી આઇવીનો વિડિયો શેર કર્યા છે. આ વિડિયોમાં આઇવી બેટિંગ કરતી અને વારંવાર 'હું વિરાટ કોહલી છું' એમ કહેતી જોવા મળી રહી છે. આ વિડિયો શેર કરતાં કેન્ડીસે લખ્યું, આ નાનકડી છોકરીએ ઇન્ડિયામાં ઘણો સમય પસાર કર્યો છે. તે વિરાટ કોહલી બનવા માગે છે.

(12:52 pm IST)