Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જોઈ લો કપિલ દેવ બનેલા રણવીરનો નટરાજપોઝ

મુંબઈ : રણવીર સિંહની આગામી ફિલ્મ '૮૩'નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ૧૯૮૩માં ભારતે જીતેલા વર્લ્ડકપ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેમાં કપિલ દેવનું પાત્ર રણવીરે ભજવ્યું છે. હાલમાં જ રણવીરનું એક પોસ્ટર રિલીઝ થયું છે જેમાં તે કપિલ દેવના ફેમસ પોઝ 'નટરાજ'માં જોવા મળી રહ્યો છે. ૧૯૮૩માં ટુનબ્રિજ વેલ્સમાં ઝિમ્બાબ્વેની સામે કપિલ દેવે ૧૭૫ રન કર્યાં હતાં. આ એજ મેચનો પોઝ છે, જેમાં રણવીર જોવા મળી રહ્યો છે.

ઝિમ્બાબ્વે સામેની આ મેચ ઇતિહાસની યાદગાર મેચમાની એક છે. આ મેચના એક પણ ફૂટેજ ઉપલબ્ધ નથી. આ ફિલ્મ માટે રણવીરે ખૂબ જ મહેનત કરી છે. કપિલ દેવ જેવા દેખાવવાની સાથે રણવીરે તેમની બેટિંગ અને બોલિંગ બન્ને પર ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ફાઇનલ મેચત્ત્।ે વધુ મહત્ત્વ આપવામાં આવશે કારણ કે આ મેચ બાદ દુનિયાભરમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમે દેશનું નામ રોશન કર્યું હતું. આ ફિલ્મને ૨૦૨૦ની દસ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

(12:52 pm IST)