Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સુપરઓવરમાં બાજી મારી ઈંગ્લેન્ડે : બેરસ્ટો અને મોર્ગનની મહેનત રંગ લાવી

ઓકલેન્ડ :  ન્યુ ઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ઇન્ટરનેશનલ ટીર૦ ઘણી રોમાંચક બની ગઈ હતી. સુપરઓવરમાં ઇંગ્લેન્ડે બાજી મારીને આ સિરીઝ ૩-રથી પોતાના નામે કરી હતી. ન્યુ ઝીલેન્ડે પહેલાં બેટિંગનો નિર્ણય લીધો હતો અને વરસાદને કારણે મેચ ૧૧ ઓવરની કરવામાં આવી હતી. માર્ટિન ગપ્ટીલ અને કોલિન મનરોએ પાંચ ઓવરમાં ૮૩ રન કર્યા હતા. તેમણે ૧૧ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રન કર્યા હતા.

ઇંગ્લેન્ડે આ સ્કોર ચેઝ કરવામાં કોઈ કસર નહોતી છોડી. જોની બેરસ્ટો, ઓઇન મોર્ગન અને સેમ કરેનની મહેનત રંગ લાવી હતી. બેરસ્ટોના ૪૭, મોર્ગનના ૧૭ અને કરેનના ર૪ રનની મદદથી ઇંગ્લેન્ડ મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. મેચ ડ્રો થતાં સુપરઓવર રમાડવામાં આવી હતી, જેમાં ઇંગ્લેન્ડ બાજી મારી ગયું હતું. ઇંગ્લેન્ડે ૧૭ રન કર્યા હતા, જયારે ન્યુ ઝીલેન્ડ ફકત આઠ રન કરી શકયું હતું.

(12:51 pm IST)