Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આઇપીએલમાં સૌથી વધુ કમાણી કરતા ટોપ-ફાઇવમાં વિરાટ કોહલી-ધોની-રોહિત શર્મા-સુરેશ રૈના-એબી ડિવીલિયર્સના નામ મોખરે

કરોડો રૂપિયાની કમાણી અત્‍યાર સુધીમાં ક્રિકેટના માધ્‍યમથી કરી લીધી

નવી દિલ્હી: IPL ને ઈન્ડિયન પૈસા લીગ પણ કહે છે. કારણ કે આ મેગા ટી20 લીગમાં રમતા ખેલાડીઓ કરોડપતિથી જરાય કમ નથી હોતા. આવો જાણીએ એવા 5 ખેલાડીઓ વિશે જેમને આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેલરી મળે છે. અહીં વર્ષ 2008થી લઈને 2021 સુધી તેમની કમાણી ઉપર પણ નજર ફેરવીશું.

વિરાટ કોહલી - 17 કરોડ રૂપિયા

RCB ના કેપ્ટન વિરાટ કોહલીની કરન્ટ સેલરી આઈપીએલ ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેને  હાલ ₹170,000,000 મળે છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં  ₹1,466,000,000 ની કમાણી કરી છે.

એમએસ ધોની- 15 કરોડ રૂપિયા

ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીની હાલની સેલેરી ₹150,000,000 છે. માહીએ વર્ષ 2008થી લઈને 2021 સુધીમાં ₹1,528,400,000 ની કમાણી કરી છે.

રોહિત શર્મા- 15 કરોડ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની હાલની સેલરી ₹150,000,000 છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં ₹1,432,000,000 ની કમાણી કરી છે.

સુરેશ રૈના- 11 કરોડ રૂપિયા

ચેન્નાઈ સુપરકિંગ્સનો સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના લિસ્ટમાં ચોથા નંબરે છે. તેની હાલની સેલરી ₹110,000,000 છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં ₹1,107,400,000 ની કમાણી કરી છે.

એબી ડિવિલિયર્સ- 11 કરોડ રૂપિયા

આરસીબીના દિગ્ગજ વિકેટકિપર-બેટ્સમેન એબી ડિવિલિયર્સની હાલની સેલરી ₹1,025,165,000 છે. જ્યારે મિસ્ટર '360 ડિગ્રી' એ અત્યાર સુધીમાં ₹110,000,000 કમાણી કરી છે.

(4:50 pm IST)