Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દુતિ ચંદે તોડ્યો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ: 0.07 સેકેન્ડથી ઓલંપિક ક્વોલિફાઈ કરવાથી ચુકીં ગઈ

દુતીએ 100 મીટરની દોડની સેમીફાઈનલમાં 11.22 સેકેન્ડનો સમય કાઢ્યો

 

રાંચી : ભારતીય મહિલા ધાવક દુતી ચંદને રાંચીમાં ચાલી રહેલી 59મી રાષ્ટ્રીય ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશિપના 100 મિટરની દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે  દુતીએ 11:22 સેકંડમાં રેસ પૂરી કરી છે.

  ઓલંપિકમાં ક્વોલીફાઈ કરવા માટે 11.15 સેકંડનો સમય નિર્ધારિત છે અને દુતીએ 100 મીટરની દોડની સેમીફાઈનલમાં 11.22 સેકેન્ડનો સમય કાઢ્યો અને પોતાનો રેકોર્ડ તોડ્યો હતો

   ઓડિશાની રહેનાર 23 વર્ષની દુતીએ હાલમાં દોહામાં થયેલા એશિયાઈ ચેમ્પિયનશિપમાં 11.26 સેકંડમાં 100 મિટરની દોડ પુરી કરી હતી. દુતીએ 11.25 સેકંડની સાથે ફાઈનલમાં જીત મેળવી હતી. ત્યાં ઈવેન્ટમાં તમિલનાડુની અર્ચના સુસિંદરન બીજા સ્થાન પર હતી. જ્યારે ત્રીજા સ્થાન પર રેલવેની હિમાશ્રી રોય રહી હતી.

(11:33 pm IST)