Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ભારતના પાંચ વિકેટે ૬૦૧, વિરાટ કોહલીની બેવડી સદી

પુણે ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં : ભારતના ૬૦૧ રનના જંગી જુમલાના જવાબમાં આફ્રિકી ટીમના ૩ વિકેટ માત્ર ૩૬ : વિરાટ કોહલીના ભવ્ય ૨૫૪

પુણે,તા.૧૧ : પુણે ખાતે રમાઈ રહેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે ભારતે ફરી એકવાર મજબૂત સ્થિતિ બનાવી લીધી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે દક્ષિણ આપ્રિકાની ટીમ રમત બંધ રહી ત્યારે સંઘર્ષ કરતી નજરે પડી હતી. ભારતના પ્રથમ દાવમાં પાંચ વિકેટે ૬૦૧ રન દાવ ડિકલેરના જવાબમાં બીજા દિવસે આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવીને ૩૬ રન કર્યા હતા. ભારતના પ્રથમ ઇનિંગ્સના આધાર પર દક્ષિણ આફ્રિકા હજુ ૫૬૫ રન પાછળ છે અને તેની સાત વિકેટ હાથમાં છે. તેના પર ફોલોઓનનું સંકટ તોળાઈ રહ્યું છે. સાથે સાથે હારનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જંગી અંતર સાથે જીત મેળવી લીધા બાદ બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમ હવે અતિ મજબૂત સ્થિતિમાં છે. આજની રમતની મુખ્ય વિશેષતા કેપ્ટન વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક ૨૫૪ રનની અણનમ ઇનિંગ્સ રહી હતી.

             ભારતે બીજી ટેસ્ટ મેચના અંતિમ સત્રમાં પોતાની ઇનિંગ્સ ડિકલેર કરી હતી. રવિન્દ્ર જાડેજા ૯૧ રન કરીને આઉટ થતાંની સાથે જ કોહલીએ દાવ ડિકલેર કરી દેવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીએ આજે અણનમ ૨૫૪ રન કર્યા હતા જેમાં ૩૩ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. અનેક નવા રેકોર્ડ આજના દિવસે વિરાટ કોહલીના નામ ઉપર થઇ ગયા હતા. પહેલા બેટિંગમાં અને ત્યારબાદ બોલિંગમાં પણ ભારતીય બોલરોએ પોતાની તાકાત દર્શાવી હતી. આવતીકાલે ત્રીજા અને મહત્વપૂર્ણ દિવસે દક્ષિણ આફ્રિકા માટે ખુબ મુશ્કેલરુપ ગાળો રહેશે. કારણ કે, એકબાજુ દક્ષિણ આફ્રિકાને ફોલોઓન બચાવી લેવાનો પડકાર રહેશે. બીજી બાજુ મેદાનમાં ઉભા રહેવાની પણ જરૂર રહેશે. વિરાટ કોહલીએ હવે સૌથી વધારે રેકોર્ડ સર્જવાના આંકડાને તોડવામાં સફળતા મેળવી છે. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલીએ ૮૧મી ટેસ્ટ મેચ રમતા ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચોમાં ૩૨૯ ઇનિંગ્સમાં તથા વિરેન્દ્ર સહેવાગે ૧૦૪ ટેસ્ટ મેચની ૧૮૦ ઇનિંગ્સમાં છ-છ બેવડી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની બેવડી ઇનિંગ્સમાં કોઇ છગ્ગો ફટકાર્યો ન હતો. ત્યારબાદ પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો. કોહલી જ્યારે ૨૦૮ રનના સ્કોર પર રમી રહ્યો હતો ત્યારે જીવનદાન મળ્યું હતું. મુત્થુસ્વામીના બોલિંગમાં તે કેચ આઉટ થયો હતો પરંતુ આ બોલને નો બોલ જાહેર કરાયો હતો.

વિરાટની વિરાટ બેટિંગ

પુણે, તા. ૧૧ : પુણે ખાતે રમાઈ રહેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે ભારતે ફરી એકવાર મજબૂત સ્થિતિ બનાવી લીધી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે દક્ષિણ આપ્રિકાની ટીમ રમત બંધ રહી ત્યારે સંઘર્ષ કરતી નજરે પડી હતી. વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ નીચે મુજબ રહી હતી.

રન     ૨૫૪

બોલ   ૩૩૬

ચોગ્ગા  ૩૩

છગ્ગા   ૦૨

સ્ટ્રાઇક રેટ      ૭૫.૫૯

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ :

અગ્રવાલ

કો. ડુપ્લેસીસ બો. રબાડા

૧૦૮

રોહિત શર્મા

કો. ડીકોક બો. રબાડા

૧૪

પુજારા

કો. ડુપ્લેસીસ બો. રબાડા

૫૮

કોહલી

અણનમ

૨૫૪

રહાણે

કો. ડીકોક બો. મહારાજ

૫૯

જાડેજા

કો. બ્રુયન બો. મુત્થુસ્વામી

૯૧

વધારાના

 

૧૭

કુલ

(૧૫૬.૩ ઓવરમાં ૫ વિકેટે ડિક)

૬૦૧

પતન : ૧-૨૫, ૨-૧૬૩, ૩-૧૯૮, ૪-૩૭૬, ૫-૬૦૧

બોલિંગ : ફિલાન્ડર : ૨૬-૬-૬૬-૦, રબાડા : ૩૦-૩-૯૩-૩, નોર્જે : ૨૫-૫-૧૦૦-૦, મહારાજ : ૫૦-૧૦-૧૧૦-૧, મુત્થુસ્વામી : ૧૯.૧-૩-૯૭-૧, એલ્ગર : ૪-૦-૨૬-૦, મારક્રમ : ૨-૦-૧૭-૦

આફ્રિકા પ્રથમ દાવ :

એલ્ગર

બો. યાદવ

૦૬

મારક્રમ

એલબી બો. યાદવ

૦૦

બ્રુયન

અણનમ

૨૦

બાઉમા

કો. સહા બો. સમી

૦૮

નોર્જે

અણનમ

૦૨

વધારાના               ૦૦

કુલ     (૧૫ ઓવરમાં ૩ વિકેટે)        ૩૬

પતન : ૧-૦૨, ૨-૧૩, ૩-૩૩.

બોલિંગ : ઇશાંત : ૪-૦-૧૭-૦, યાદવ : ૪-૧-૧૬-૨, જાડેજા : ૪-૪-૦-૦, સામી : ૩-૧-૩-૧

(8:09 pm IST)