Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

હાર્દિકના ખબરઅંતર પૂછવા પહોંચ્યાં નીતા અંબાણી

લંડનમાં મને મળવા આવવા માટે ભાભી હું તમારો આભાર માનું છું

લંડન :  હાર્દિક પંડયાએ  નીતા અંબાણીનો આભાર માન્યો હતો. હાર્દિક હાલમાં લંડનમાં તેની ઈજાની સારવાર લઈ રહ્યો છે. તેણે હાલમાં જ લોઅર બેકની સર્જરી પણ કરાવી હતી. આ સર્જરી બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી તેની મુલાકાતે ગઈ હતી. આઇપીએલમાં નીતા અંબાણીની ટીમ 'મુંબઈ ઇન્ડિયન્સ'માંથી હાર્દિક રમે છે. આથી તેમની મુલાકાતનો ફોટો શેર કરી હાર્દિકે ટ્વીટ કર્યું હતું કે 'લંડનમાં મને મળવા આવવા માટે ભાભી હું તમારો આભાર માનું છું. તમારી મુલાકાતથી મને ખૂબ જ ખુશી થઈ છે. તમારી શુભેચ્છાઓ અને પ્રેરણાત્મક શબ્દો મારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમે હંમેશાંથી પ્રેરણાત્મક રહ્યાં છો.

(3:42 pm IST)