Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ભારત - વિન્ડીઝ વચ્ચે કાલથી બીજો ટેસ્ટ

કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીતનો સિલસીલો જાળવી રાખશે

હૈદરાબાદ,તા. ૧૧ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારત બીજી ટેસ્ટ પણ જીતીને શ્રેણી ૨-૦થી જીતી લેવા માટે સજ્જ છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ તેની છાપને સુધારી દેવાના હેતુથી મેદાનમાં ઉતરશે. પ્રથમ ટેસ્ટ મેચમાં કંગાળ રમત રમ્યા બાદ ટીમની વ્યાપક ટિકા થઇ રહી છે. આવી સ્થિતીમાં વિન્ડીઝની સામે કેટલાક પડકારો રહેલા છે. બીજી બાજુ પોતાની કેરિયરની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી કરી ચુકેલા પૃથ્વી શો પર તમામની નજર રહેશે. તેમાં ક્રિકેટ પ્રેમીઓ ભાવિ સચિન તેન્ડલકર અને વિરેન્દ્ર સહેવાગ જોઇ રહ્યા છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા પણ શાનદાર ફોર્મમાં છે.

ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયા હાલમાં એશિયા કપ જીતીને પરત ફરી છે. જો કે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ બદલાઇ ગયા છે. રહાણે, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અને વિરાટ કોહલી પર તમામ બાબતો આધારિત રહેલી છે. પુજારાએ હજુ સુધી ૬૩ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૫ સદી સાથે રન કર્યા છે. આવી જ રીતે રહાણેએ ૫૧ ટેસ્ટ મેચ રમી છે અને નવ સદી સાથે રન કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા છે. તે ૭૨ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં ૨૪ સદી સાથે  રન બનાવી ચુક્યો છે. તે ૧૯ અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. તેના ધરખમ દેખાવના કારણે જ ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચોમા પણ જોરદાર દેખાવ કરી રહી છે. હૈદરાબાદ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે નવ વાગેથી કરવામાં આવનાર છે. બનંને ટીમો નીચે મુજબ છે.

ભારતીય ટીમ : વિરાટ કોહલી, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, રહાણે, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર.

વિન્ડિઝ ટીમ : જેશન હોલ્ડર (કેપ્ટન), સુનિલ અમ્બ્રિસ, દેવેન્દ્ર બિશુ, બ્રેથવેઇટ, રોસ્ટન ચેસ, શેન ડાઉરિચ, શાનોન ગાબ્રિયેલ, હેમિલ્ટન, હેટમાયર, હોપ, લુઇસ, પૌલ, પોવેલ, વેરિકન, જોસેફ.(૩૭.૧૯)

(3:59 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST