Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હવે ગૌતમ ગંભીરે પણ પૃથ્વી શૉ અને સેહવાગની તુલના પર વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી :ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા ગૌતમ ગંભીરે પૃથ્વી શૉની પ્રશંસા કરતા કહ્યું કે, લોકોએ આ ખેલાડીની પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ સાથે તુલના કરતા પહેલા બે વાર વિચાર કરવો જોઈએ. છેવટે તો તમારે કોઈની પણ કોઈની સાથે તુલના ન કરવી જોઈએ.

  ગૌતમ ગંભીરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પૃથ્વીએ હજુ પોતાનું કરિયર શરૂ જ કર્યું છે અને તેને લાંબી સફર કાપવાની છે. હું ક્યારેય તુલનામાં વિશ્વાસ કરતો નથી.

(2:01 pm IST)